૧૫૦૦ વર્ષ પહેલા આ જગ્યાએ આશાપુરા માતાજીની સ્વયંભૂ પ્રગટ થઈ હતી મૂર્તિ, દર્શન કરવાથી થાય છે મન ની શાંતિ..

0
260

કચ્છના લખપત જીલ્લાની અંદર માતાનો એક મઠ સમગ્ર ભારત વર્ષની અંદર પ્રખ્યાત છે. અને તે એક આસ્થા નું સૌથી મોટું કેન્દ્ર છે. અહીંયા વિરાજમાન દેવી માં આશાપુરાના દર્શન કરવા માટે દર વર્ષે લાખો ભક્તો ઉમટી પડતા હોય છે. કહેવાય છે કે મંદિરની અંદર માતા આશાપુરા ની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. અને આ મૂર્તિની ઉત્પત્તિ આજથી અંદાજે દોઢ હજાર વર્ષ પહેલા થયેલી છે. માતા આશાપુરા ની ઉત્પત્તિ અંગે આ જગ્યાએ એક દંતકથા પણ પ્રચલિત થયેલી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ મંદિરના ઈતિહાસ વિશે.

કચ્છની ધરતી ઉપર આજથી અંદાજે ૧૫૦૦ વર્ષ પહેલા દેવચંદ નામનો એક વાણીક મારવાડી વેપાર કરવા માટે આવ્યો હતો. તે સમયે નવરાત્રી ચાલી રહી હતી. અને આજે જગ્યાએ માતાજીનું સ્થાનક છે તે જગ્યાએ વેપારી પહોંચી ગયો. આ જગ્યાએ આવી વાણીયા એ ખૂબ ભક્તિભાવથી માતાની આરાધના કરી. જેથી કરીને તેની ભક્તિથી આશાપુરા માતા પ્રભાવિત થઈ ગયા. અને વાણિયાને પ્રસન્ન થઈ કહ્યું કે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું અને આ જગ્યા ઉપર તું એક મંદિરનું નિર્માણ કર તથા તેના મુખ્ય દ્વારને છ મહિના સુધી બંધ રાખજે.

વાણી માતાની આજ્ઞાનું પાલન કરી તે જગ્યાએ એક ભવ્ય મંદિર બનાવ્યું. અને ત્યાર પછી તેણે મંદિરના દરવાજા બંધ કરી તે પોતે ત્યાં બેસી ગયો અને તેના દરવાજા ની રખેવાળી કરવા લાગ્યો. વાણિયાની રખેવાળી કરતા કરતા અંદાજે પાંચ મહિના વીતી ગયા. એક દિવસ વાણીયાને મંદિરના દરવાજાની પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાયો. જેથી કરીને વાણિયો માતા સાથે કરેલો વાયદો ભૂલી ગયો. અને તેણે મંદિરનો દરવાજો ખોલી દીધો દરવાજો ખોલતાની સાથે જ વાણિયાએ જે દ્રશ્ય જોયું તે અદ્ભુત હતું.

 

મંદિર ના ગર્ભગૃહ ની અંદર માતાની અર્ધવિકસિત મૂર્તિ હતી. ત્યારે વાણીયાને પોતાની ભૂલનો અહેસાસ થયો. અને તે માતાના ચરણોમાં પડી ગયો ત્યારે માતાએ તેને ક્ષમા કરી દીધો. અને તેના વરદાનથી વાણિયાને સંતાનની પ્રાપ્તિ થઇ. ત્યારથી આ જગ્યાએ માતા લોકોની આશા ને પૂરી કરે છે. અને આથી જ આ જગ્યાએ માતાનું નામ આશાપુરા માતા રાખવામાં આવ્યું છે. આજે પણ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે દૂર-દૂરથી આ જગ્યાએ આવે છે. અને તે જગ્યાએ પોતાની દરેક આશાઓ પૂર્ણ કરવા માટે માતાને પ્રાર્થના કરે છે. અને માતા પણ પોતાના બધા જ ભક્તોની આશા પૂર્ણ કરે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here