અમિતાભ બચ્ચન પુલવામા હુમલા ની અંદર શહીદ થયેલા જવાનોના પરિવારોને આપશે 5-5 લાખ રૂપિયા..

0
71

હાલમા જ ૧૪ ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લાની અંદર એક ખૂબ જ કરૂણ ઘટના ઘટી હતી. જે ભારત દેશ માટે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે આઘાતજનક ઘટના હતી. આતંકવાદી દ્વારા થયેલા આત્મઘાતી હુમલાની અંદર સીઆરપીએફના ૪૦ કરતાં પણ વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. આજે ભારત સરકાર જ નહીં પરંતુ ભારત દેશના દરેક નાગરિક આ હુમલાની અંદર શહીદ થઈ ગયેલા જવાનોની મદદ માટે પોતાનો હાથ આગળ વધાર્યો છે.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ હુમલા ની અંદર શહીદ થયેલા જવાનોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યું છે. અમિતાભ બચ્ચન જમ્મુ કાશ્મીરના પુલવામાં ની અંદર થઈ ગયેલા સીઆરપીએફના 49 જવાનોને પાંચ પાંચ લાખ રૂપિયાના ધનરાશિ ની સહાયતા કરશે.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર ની અંદર વર્ષ ૧૯૮૯ ની અંદર આતંકવાદ એ પોતાનું માથું ઉચક્યું હતું. અને ત્યારથી લઈને અત્યાર સુધી ની અંદર થયેલા દરેક હુમલા માનો આ સૌથી ખતરનાક અને નિંદનીય હુમલો હતો. આ હુમલા ની અંદર જૈસ-એ-મહંમદ ના એક આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટમાં થી ભરેલી ગાડી ને સીઆરપીએફ જવાનોની બસ સાથે અથડાવી દીધી હતી. જેથી કરીને ત્યાં ખૂબ જ ભયાનક વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટ ની અંદર સીઆરપીએફના ૪૦ કરતાં પણ વધુ જવાનો ઘટના સ્થળ ઉપર જ શહીદ થઈ ગયા હતા. આ ઉપરાંત સીઆરપીએફના અનેક જવાનો ઘાયલ થયા હતા. અમિતાભ બચ્ચન ને આ દરેક શહીદ થઈ ગયેલા જવાનના પરિવારને આર્થિક રીતે સહાયતા કરવા ની જાહેરાત કરી છે જે એક સરાહનીય ઘટના છે.

આ હુમલા ની અંદર અનેક જવાનો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેથી કરીને શુક્રવારના દિવસે આ હુમલા ની અંદર શહીદ થઈ ગયેલા જવાનોની સંખ્યા વધીને 49 થઈ ગઈ હતી. અમિતાભ બચ્ચન હાલમાં અનેક સરકારી સ્ત્રોતોમાંથી માહિતી એકઠી કરી રહ્યા છે. કે જેથી કરીને પોતાના મદદની આ રાશિ કઈ રીતે શહીદ જવાનના પરિવારને પહોંચાડી શકે તેના વિશેની માહિતી મળી શકે.

અમિતાભ બચ્ચન આ જવાનોના પરિવારને મદદ કરવા માટે યોગ્ય માહિતી મેળવી રહ્યા છે કે જેથી કરીને તેના પરિવારની સાથે સીધા જ મળીને તેનું દુઃખ પોતાની સાથે ફાટી શકે. અને તેના પરિવારને પોતાનાથી શક્ય તેટલી મદદ કરી શકે કે જેથી કરીને તેના પરિવારને જીવનનિર્વાહ માટે આગળ જતા ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here