જાણો કઈ રીતે આ ચમત્કારી મંદિરે તોડ્યો મહાન યોદ્ધા અકબરનો અહંકાર જાણો કઈ રીતે થયું આવું..??

0
225

હિમાચલ પ્રદેશ ની અંદર કાંગરા થી ૩૦ કિલોમીટર દૂર એક જ્વાલામુખી દેવીનું મંદિર આવેલું છે. જવાલામુખી મંદિરને જોતા વાલી માતાનું મંદિર અથવા તો નગરકોટ પણ કહેવામાં આવે છે. આ મંદિરને શોધવાનો શ્રેય પાંડવોને જાય છે. આ મંદિરની ગણતરી માતાના પ્રમુખ શક્તિપીઠોમાં થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીંયા દેવી સતી ની જીભ પડેલી હતી. આ મંદિર માતાના અન્ય કોઈપણ મંદિરની તુલનામાં ખૂબ જ વિશેષ મંદિર છે. કેમ કે, આ મંદિરમાં કોઈ પણ મૂર્તિની પૂજા નથી થતી. પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી નીકળી રહેલા જવાલામુખી ની પૂજા કરવામાં આવે છે. આ મંદિર પૃથ્વીના પેટાળમાંથી નીકળી રહેલા જવાલામુખી ના ગર્ભની ઉપર જ બનાવવામાં આવેલું છે.

આ મંદિરનું પ્રાથમિક નિર્માણ રાજા ભૂમિ ચંદ્ર કરાવ્યું હતું. અને ત્યાર પછી મહારાજા રણજિતસિંહ દ્વારા આ મંદિરનું પુનઃ નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ મંદિર સાથે અન્ય એક પ્રચલિત કથા જોડાયેલી છે. જેની અંદર આ મંદિર સાથે અકબર નો એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. આ સમયે અકબર દિલ્હીના રાજા હતા. દિલ્હીની અંદર ધ્યાનું નામનો એક વ્યક્તિ માતા જ્યોતિ વાળી નો પરમ ભક્ત હતો. એક વખત માતાના દર્શન કરવા માટે ધ્યાન પોતાના ગામના લોકો સાથે નીકળી પડ્યો. જ્યારે આકાફલો દિલ્હી માંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મોગલ બાદશાહ અકબરના સિપાહીઓએ તેને રોકી લીધો.

સૈનિકોએ જ્યારે આ કાફલાને પકડી લીધો ત્યાર પછી મહારાજા અકબરના દરબાર ની અંદર તેને પેસ કરવામાં આવ્યા. જ્યારે અકબર દ્વારા પૂછવામાં આવ્યું કે ધ્યાન પોતાના મિત્રો સાથે કઈ જગ્યાએ  જય રહ્યા છે. ત્યારે તેણે માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તેના વિશે જણાવ્યું. અને ધ્યાનું એ કહ્યું કે આ માતા સમગ્ર સંસારની માતા છે. ને એવું કોઈપણ કાર્ય નથી કે જે આ માતા ન કરી શકે.

આ વાત સાંભળીને અકબરને ગુસ્સો આવ્યો અને તેણે ધ્યાનું ના ઘોડાનું માથું કપાવી નાખ્યું. ત્યાર પછી તેણે ધ્યાનું ને કહ્યું કે જો તારી માતા માં શક્તિ હોય તો તેને કહે કે કોડાના માથું જોડીને જીવિત કરી દે. આ વચન સાંભળીને ધ્યાનું દેવીની સ્તુતિ કરવા લાગી ગયો. અને તેણે પોતાના ઘોડાનું માથું કાપી અને માતાના ચરણોમાં પ્રદાન કરી દીધું. માતાની શક્તિ થી ઘોડાનું માથું ફરી થી જોડાઈ ગયું. અને ત્યાર પછી અકબરને દેવીની શક્તિનો અહેસાસ થયો. ત્યાર પછી અકબરે પોતાના આ મંદિરમાં માતા ના દર્શન કરવા માટે આવ્યા. અને આ મંદિરની ઉપર સોનાનું છત્ર અકબરે પોતે જ બનાવી દીધું.

પરંતુ જ્યારે અકબર સોનાનું છત્ર લઈને માતાના મંદિરમાં આવ્યો ત્યારે અકબરના મનમાં અભિમાન હતું, કે તેણે માતા માટે સોનાનું છત્ર બનાવ્યું છે. આથી જ જ્યારે અકબરે આ છત્ર ચડાવતા ની સાથે જ માતાએ આ છત્ર અને હાથમાંથી પડી ગયું અને અચાનક જ એક અતિબ પ્રકારની ધાતુ માં ફેર પરિવર્તિત થઇ ગયું. આ છત્ર આજે પણ આ મંદિરની અંદર મોજુદ છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here