જાવિત્રી ઢીલી ચામડીને યુવાન, હૃદય રોગીને નીરોગી, પગના દુખાવામાં અને કીડની સાફ કરવામાં સંજીવની છે.

0
11669

જાવિત્રી ખુબ જ ફાયદાકારક છે : જાવિત્રીના ઉપયોગો જાણો

જાવિત્રી એટલે જાયફળ, તેને અંગ્રેજીમાં મેસ(mace) કહે છે. અને તેનું બાયોલોજીકલ નામ મિરીસ્ટીકા ફ્રેગ્નેન્સ છે. જાયફળ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલ વરદાનરૂપી ફળ છે. તેને કેટલાય દેશોમાં ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જાયફળમાં ઘણી માત્રામાં ઔષધીય ગુણો રહેલા છે અને તે દરેકના રસોડામાં હોવું જ જોઈએ.

તો ચાલો જાણીએ જાવિત્રી એટલે કે જાયફળના ફાયદાઓ :-

 

૧. જાયફળનું તેલ માંસપેશીઓ અને પગના દુખાવામાં અત્યંત અસરકારક હોય છે :

આ એક શામક ઔષધી છે. તે સંધિવા અને લોહીની ગાંઠો સરખી કરવામાં એકદમ ઉપયોગી છે. ચાઈનામાં આનો ઉપયોગ પેટનાં દુખાવામાં તથા સોજા દુર કરવામાં થાય છે.

૨. જાવિત્રી પાચન તંત્રને બરાબર રાખે છે :

કબજીયાત અને અપચા માટે ખુબ જ ફાયદામંદ છે. જાયફળનો ઉપયોગ ડાયરિયા માટે પણ થાય છે.

૩. જાવિત્રી લોહીના પ્રવાહને વધારે છે :

જાયફળથી આપણા શરીરની ચામડી તાજી રહે છે અને વાળ પણ સ્વસ્થ રહે છે. ડાયાબીટીસમાં પણ આ ખુબ જ ઉપયોગી છે.

૪. જાયફળનો એક ગુણ કિડનીનું રક્ષણ કરવામાં કારગત નીવડે છે :

જાયફળ કિડનીમાં પથરી થતા અટકાવે છે. જો તમને પથરી હશે તો થોડા દિવસના પ્રયોગમાં એ અટકી જશે અને પથરી ખત્મ થઇ જશે.

 

કેવી રીતે કરવો જાવિત્રી (જાયફળ) નો પ્રયોગ :

૧. જાયફળના બીજ, મધ અને તજનું મિશ્રણ :

આ મિશ્રણથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કોઈ પણ પ્રકારના ઘાવ ને રોકવા માટે ખુબ જ ઉપયોગી આ મિશ્રણ છે. ત્રણેય સામગ્રીને સરખી માત્રામાં ભેગી કરીને દરરોજ સવારે લગાવો. 10-15 મિનીટ બાદ ઠંડા પાણીથી તેને ધોઈ નાખો. જેને ખીલ હોય તે પણ આ પ્રયોગ કરે.

૨. જાયફળના બીજનો પાવડર અને દૂધનું ફેસિયલ :

1 ચમચી દૂધ (તૈલીય ત્વચા માટે ફેટ વગરનું દૂધ અને સુકી ત્વચા માટે ફેટ વાળું દૂધ) માં પાવડર મેળવી દો. દરરોજ ચહેરા પર લગાવો, 30 મિનીટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.

૩. હ્રદયરોગ માટે ઉપયોગી જાયફળ :

10 ગ્રામ જાયફળ, 10 ગ્રામ તજ અને 10 ગ્રામ અકરકરાને મિક્ષ કરીને દિવસમાં 3 વાર મધ સાથે લેવાથી હૃદય રોગમાં અચૂક લાભ થાય છે.

4. દાંતના દર્દમાં :

જો તમને દાંતમાં દુઃખાવો થતો હોય તો જાયફળ, કુટકી (પોડલ) ને મિશ્ર કરી દો. નવશેકું ગરમ કરીને થોડી વાર મોઢામાં રાખીને પછી કોગળા કરો લો. દિવસમાં 2 વાર આવું કરો. દાંતના દુખાવામાં ખુબ જ આરામ મળશે.

 

સ્વાસ્થ્ય સંબંધિત વધુ લેખ માટે નીચે ક્લિક કરો :

http://www.gujjumoj.com/category/health-in-gujarati/.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here