જાણો કેમ ઘી ચોપડ્યા વગર કોઈ દિવસ ન ખાવી જોઈએ રોટલી?

0
10312

દરેક લોકો મમ્મીને એક વાત કહેતા હોય છે “મારા માટે ઘી ચોપડ્યા વગરની રોટલી લાવજે.”

આ બુમ આપણા ઘરમાંથી પણ આવતી હશે પણ એક વાત તો સાચી જ છે કે રોટલીમાં ઘી ન નાખવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખરાબ છે. પહેલાના જમાનામાં લોકો રોજ જમવામાં ઘી નો ઉપયોગ કરતા હતા. અહીં ઘી એટલે દેશી ગાયનું શુદ્ધ દેશી જ ઘી. ઘી ને ખુબ જ સારું માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ ના હુમલા જેવી બીમારી પણ પહેલાના જમાનામાં ઓછી સાંભળવામાં આવતી હતી.

બાદમાં શરુ થઇ ઘી બનાવતી કંપનીઓની ખોટી પબ્લીસીટી. મોટી મોટી કંપનીઓએ ડોકટરો સાથે મળીને પોતાની ખરાબ પ્રોડક્ટ્સને વેચવાનું શરુ કર્યું. અને એ પણ કીધું કે ઘી ખાવાથી ચરબી વધે છે, મોટાપો થાય છે, કોલેસ્ટ્રોલ વધે છે અને હાર્ટ એટેક આવવાની સંભાવના પણ વધી જાય છે. પણ આ વાત એકદમ ખોટી છે. મોટા ભાગે આવા રોગનું મૂળ કારણ તો વનસ્પતિ તેલ અને ઘી છે. જો લોકો બીમાર પડશે તો જ લોકોનો ધંધો ચાલશે એ વિચારથી જ વિદેશી કંપનીઓ સાથે ડોકટરો મળી ગયા અને લોકોને ગેર માર્ગે ચલાવ્યા. જોકે અત્યારે માર્કેટમાં સ્વદેશી કંપનીઓ પણ ઘણી બધી આવી ગઈ છે. પરંતુ લોકોના મગજમાં ઘી ખાવાથી નુકસાન થાય છે એ વાત ઘર કરી ગઈ છે. જે લોકો ઘી નથી ખાતા તે પોતે ગર્વ અનુભવે છે.

ઘી ખાવાના ફાયદાઓ
ઘી ખાવાના ફાયદાઓ

ઘીમાં હજારો ગુણો છે, ખાસ કરીને ગાયનું ઘી તો અમૃત કહેવાય છે. ઘી આપણા શરીરમાંથી કોલેસ્ટ્રોલ વધારતું નથી પણ ઘટાડે છે. ઘી મોટાપો વધારતું નથી પણ પેટની ચરબીને ઘટાડે છે. ઘી એન્ટીવાયરલ છે અને શરીરમાં થતા કોઈ પણ ઇન્ફેકશનને રોકે છે. ઘીનું નિયમિત સેવન ‘બ્રેન ટોનિક’ નું કામ કરે છે. ખાસ કરીને બાળકોના ફીસીકલ અને મેન્ટલ ગ્રોથ માટે ખુબ જ જરૂરી છે.

ઘણી વાર ઉઠતા અને બેસતી વખતે હાડકા માંથી અવાજ આવે છે એ અવાજ હાડકાની વચ્ચે આવતા લુબ્રીકન્ટની કમીને કારણે આવતો હોય છે. જો તમે ઘી નું સેવન નિયમિત રૂપે કરો છો તો તમારા સ્નાયુઓ મજબુત થાય છે અને હાડકા પણ નક્કર થાય છે.

ઘી આપણા ઈમ્યુન સિસ્ટમને વધારે છે અને બીમારીથી લડવામાં મદદ કરે છે. ઘી આપણા પાચનતંત્રને પણ બરાબર રાખે છે જે આજકાલ સૌથી મોટો પ્રશ્ન છે. આજે દર બીજા વ્યક્તિને કબજીયાતનો પ્રશ્ન છે. દિવસમાં કેટલીય વાર ટોઇલેટ જવું પડે છે.

કેમ ઘી ખાવું જોઈએ?
કેમ ઘી ખાવું જોઈએ?

ચાલો જાણીએ ઘીનું કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ

એક સામાન્ય વ્યક્તિ માટે ફક્ત ૪ ચમચી ઘી કાફી છે. ઘી ને બે રીતે ખાઈ શકાય છે. જે આપની મરજી મુજબ છે. ભોજન બનાવતી વખતે ઉપરથી પણ ઘી નાખી શકાય છે અને પહેલા ઘી નાખી અને પછી પણ એમાં બનાવી શકાય છે. બંને રીતે શરીરને ફાયદો થાય છે.

સૌથી મહત્વની વાત જો તમે પોતાના ચહેરાને નિખારવા માંગતા હોય, યુવાન અને તરવરતા દેખાવા માંગતા હોય તો ઘી જરૂર ખાવું જોઈએ. એમાં રહેલું એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ સ્કીનને હમેશા ચમકતી અને સોફ્ટ રાખે છે.

ગાયનું ઘી સૌથી સારું છે
ગાયનું ઘી સૌથી સારું છે

મિત્રો લેખ તમને ગમ્યો હોય તો આપ શેર કરી શકો છો અને જે લોકો ઘી ન ખાતા હોય તેને ખાસ આ આર્ટીકલ વંચાવવા કહો..

હેલ્થ સંબંધિત બીજા લેખ વાંચો..

©gujjumoj

આભાર..

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here