ડૉ. કલામ સાહેબની પ્રમુખસ્વામી મહારાજ સાથેની 8 મુલાકાત ( એક વાર વાંચવા જેવું છે)

0
1052

– પ્રમુખસ્વામીજી સાથેના મારા દિવ્ય અનુભવોને અંકિત કરવા, એમના કાર્ય વિષે મારું ચિંતન નોંધવા, અને એમના સાહચર્યમાં મેં અનુભવેલા મારા પરિવર્તનને દસ્તાવેજી રૂપ આપવા મેં આ પુસ્તક લખ્યું છે. -ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

વર્ષ 2001

પ્રમુખસ્વામીજી સાથેની મારી એ પ્રથમ મુલાકાતમાં મેં ‘ભારત ૨૦૨૦’ યોજનાની રજૂઆત કરી ત્યારે તેમના પ્રથમ શબ્દો હતા : ‘તમારા પાંચ ક્ષેત્રોની સાથે ભારતના ઉત્થાન માટે નવું ક્ષેત્ર ઉમેરજો – ભગવાનમાં શ્રદ્ધાનું.’ મને લાગ્યું કે હું સાક્ષાત દિવ્યતાના સાન્નિધ્યમાં છું. પ્રમુખસ્વામીજીમાંથી દિવ્ય પ્રકાશ પ્રસરી રહ્યો હતો, જે મારી આંતર ચેતનાને અજવાળી રહ્યો હતો. મને લાગ્યું કે આજે મેં છઠ્ઠી ઇન્દ્રિય પ્રાપ્ત કરી લીધી છે.

30 જૂન, ગુજરાત વિહાર, નવી દિલ્હી.

 

 

વર્ષ 2002

દરેકને શાંતિ જોઈએ છે – બાળપણમાં મેં શીખેલી એ વાતને પ્રમુખસ્વામી મહારાજે મહોર મારી આપી. પરંતુ આપણા અંતરાત્માને સંતુષ્ટ કરે એવી એક માત્ર શાંતિ તો ભગવાનની શાંતિ છે. શાંતિને કેવી રીતે ચાહવી, કેવી રીતે પામવી, અને કેવી રીતે જાળવવી – તેનું આદર્શ ઉદાહરણ છે, પ્રમુખસ્વામીજીનું જીવન.

31 ઑગસ્ટ, બી.એ.પી.એસ. મંદિર, અમદાવાદ.

 

વર્ષ 2004

પ્રમુખસ્વામીજી માનવજાતિના જુદા જુદા ટાપુઓને જોડતો એક મહાન સેતુ છે. માનવજાતિએ પોતાની જાતને હજારો ટાપુઓમાં વિભાજીત કરી નાખી છે. આ ટાપુઓ છે વિવિધ ધર્મોના. દરેક ટાપુ એક સુંદર સરહદ ધરાવે છે. દરેકમાં સુંદર ફળ, ફૂલ, પ્રાણી અને નિવાસીઓ છે છતાં સૌ એકબીજાથી વિખુટા છે. પ્રમુખસ્વામીજી આ સૌને જોડે છે – પ્રેમ અને કરુણાનો સેતુ રચીને.

8 ફેબ્રુઆરી, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર.

 

વર્ષ 2005

અક્ષરધામના ઉદ્દઘાટન સમારોહ પછી, મેં પ્રમુખસ્વામીજીને કહ્યું : ‘ આપ સંપૂર્ણ આઘ્યાત્મિકતાના પુંજ છો. હું જ્યારે અક્ષરધામ અને આપના કાર્યને જોઉં છું, ત્યારે મને લાગે છે કે આ દુનિયામાં બધું જ શક્ય છે. ભારતને વધુ સુંદર બનાવવા મારે આપની સાથે કાર્ય કરવું છે.’

6 નવેમ્બર, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી.

 

વર્ષ 2006

પ્રમુખસ્વામીજી જટિલ સત્યો સમજાવવા ખૂબ સાડી ભાષાનો ઉપયોગ કરે છે. એકવાર મેં પૂછ્યું : ‘ ભગવાનની ચેતના સાથે કેવી રીતે જોડાઈ શકાય?’ તેમને મને કહ્યું : ‘જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળનું ખેંચાણ છે ત્યાં સુધી આપણે કાંઈ પણ ઊંચે ફેકીએ છીએ, તે હંમેશા નીચે જ આવે છે. બસ એ જ રીતે જ્યાં સુધી આ ભૌતિક વિષયો પ્રત્યે આસક્તિ અને આકર્ષણ રહેશે, ત્યાં સુધી જન્મ અને મરણનું ચક્ર રહે છે. જેમ જેમ ભૌતિક ઈચ્છાઓ ઓછી થાય, તેમ તેમ ભગવાન સાથે વધુ ને વધુ જોડાણ થાય છે.

11 સપ્ટેમ્બર, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી

 

વર્ષ 2010

વિશ્વમાં સર્વત્ર શાંતિ, વિકાસ, સુરક્ષાને સમૃધ્ધિ વધે તે અંગે પોતાની ઈચ્છા પ્રમુખસ્વામીજીએ મારી સમક્ષ ઘણીવાર વ્યક્ત કરી છે. તેઓ અનુભવે છે કે ભારતીયોની ઉદારતા, નિખાલસતા, સહિષ્ણુતા અને બીજા સંવાદ સાધવાની ઉત્સુકતા – એ બધું આપના વારસામાં જ છે. જ્યાં શાશ્વત શાંતિ છે, સૌ માટે વહેંચતી સમૃદ્ધિ છે, સહકાર અને સૌની જીત છે, – આ એક એવા સુમેળભર્યા વિશ્વના નિર્માણ માટે ભારતીયોના સામર્થ્યમાં પ્રમુખસ્વામીજી ખૂબ દ્રઢતાપૂર્વક શ્રદ્ધા ધરાવે છે.

18 જુલાઈ, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી.

 

વર્ષ 2014

મારા પરના પ્રમુખસ્વામીજીના પ્રભાવનો સરવાળો હું કેવી રીતે મંડી શકું? સકગ અર્થમાં એમણે મારુ પરિવર્તન કરી નાખ્યું છે. તેઓ મારા જીવનના આધ્યાત્મિક આરોહણની સૌથી ઊંચી અને અંતિમ મંજિલ છે, જે આરોહણ મારા પિતાથી શરૂ થયું હતું, જેને ડૉ. બ્રહ્મપ્રકાશ અને પ્રો. સતીશ ધવને પોષ્યું હતું; અને હવે, આખરે પ્રમુખસ્વામીજીએ ભગવાનની લગોલગના પાથ પર મને મૂકી દીધો છે.

11 માર્ચ, બી.એ.પી.એસ. મંદિર, સારંગપુર.

 

વર્ષ 2015

થોડીક ક્ષણો પહેલાં જ હું પૂજ્ય પ્રમુખસ્વામીજીના સાનિધ્યમાં હતો. પ્રમુખસ્વામીજીને મળ્યો તે જ ક્ષણે મને એમના હૃદયની પવિત્રતાનો અનુભવ થયો અને તેમાં વિશ્વાશાંતિના દર્શન થયાં. જ્યારે હૃદયમાં પવિત્રતા હોય છે ત્યારે વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય છે. મેં આજે આ જ ભાવનાં દર્શન કર્યા. આવી અનુભૂતિ પરમ આનંદની સ્થિતિ છે. મારે હવે કોઈ કાર્ય બાકી નથી. હું નિશ્ચિંત છું.

20 જૂન, બી.એ.પી.એસ. મંદિર, સારંગપુર.

 

મિત્રો, આ પોસ્ટ તમને કેવી લાગી છે એ Comment કરી જણાવો.. આ પોસ્ટને share અન્ય સ્નેહી જનોને પહોચાડવામાં સહાય કરશો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here