યુવાનોનો હર એક કદમ આત્મનિર્ભરતા તરફ લગાવો, અને બનાવો ભારત ને પણ.

0
32

ભારત વિશ્વનો સૌથી વધુ યુવાન દેશ છે. આપણી સરેરાસ ઉમર આશરે 29 વર્ષ છે. આપણાં દેશમાં 70% થી વધુ વસતિ 35 કે તેથી નીચેની ઉમરના લોકો છે. દરરોજ ઊગતા સૂરજની સાથે ઊભું થતું યુવોધાન જો ઉત્પાદકતા તરફ વળે તો દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ મોટી ક્રાંતિ આવે. આપણાં દેશમાં ઊભરતા આ હુન્નરોને આગવી તક આપવાની જરૂર છે, ત્યારે જ યુવાનોના ગુલાબી સ્વપ્ના સાકર થશે.

હાલની પરિસ્થિતી મુજબ આપણાં દેશને આત્મનિર્ભર બનાવવાની જવાબદારી આપણી છે. જરૂરત છે દ્રઢસંકલ્પનિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કહેવા મુજબ ભારતની આત્મનિર્ભરતના પાંચ પાયા હશે…

  • અર્થતંત્ર
  • ઇનફ્રાસ્ટ્રક્ચર
  • ટેક્નોલોજી આધારિત તંત્ર
  • વસતિ
  • માંગ

પ્રધાનમંત્રીજીના શબ્દો પ્રમાણે આત્મનિર્ભર બનવું કહો કે ગાંધીજીના કહેવા મુજબ સ્વાવલંબનની વાત કરો. આપણાં હુન્નરોને ઓળખી તેને એક તક આપી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું છે, વિકાસ કરવાનું છે.

આપણો મુખ્ય વ્યવસાય ખેતી છે, જે મોટા ભાગના લોકોને રોજગારી પૂરી પાડે છે. સર્વિસ સેક્ટર, ઔધ્યોગિક સેક્ટર, ટેક્સટાઇલ, રસાયણો, ફૂડ પ્રોસેસિંગ, સ્ટીલ, પરિવાહનના સાધનો, સીમેંટ, ખાણ ઉધ્યોગો, રત્ન, જ્વેલલેરી, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ, મશીનરી અને સોફ્ટવેર ડિજાઇન, આ બધા સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની જરૂર છે. જેથી ભારતને અન્ય દેશ પાસેથી વસ્તુઓની આયાત ના કરવી પડે. તેના માટે દેશમાં સાધન અને સંસાધન વિકસિત કરવા પડશે.

આજે તો સરકારે નાના નાના ઉધ્યોગો માટે પણ સહાયકારી યોજનાઓ બહાર પડી છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણે વિવિધ હસ્તકળાઓ માટે પણ પ્રખ્યાત છીએ. જેમકે, ભરતગૂંથણ, માટીકામ, બાંધણી, કાષ્ઠકામ, પટોળાં, જરીકામ, ઘરેણાં, બીડકામ, ચિત્રકળા, વગેરે..હિરા ઉદ્યોગ પણ ગુજરાતનું વિકાસ પામતું ક્ષેત્ર છે. જેમાં આધાર આપતી નીતિમાં સરકારે હીરા કાપવાની, હીરા પૉલિશ કરવાની, જ્વેલીરી ડિજાઇનીંગની પ્રક્રિયાઓને બધુ સુસજ્જ બનાવવા માટે સરકારે પહેલ કરી છે. કપાસ અને ડેનિમના ઉત્પાદનમાં વધારો કરી નિકાસનો દર વધારી શકાય છે.

બધાજ ઉદ્યોગોને સામાન્ય સગવડો આપવાથી માંડીને બ્રાન્ડ પ્રમોશન, માર્કેટ ડેવલપમેંટ અને સ્કીલ વધારવાના ધ્યેય સુધીની સ્પર્ધામાં આપણે યુવાનોને આગળ આવવા માટે સાગ માંડવાના છે. સ્ટાર્ટ અપના દબદબા સાથે જ્ઞાન-વિજ્ઞાન તથા ટેક્નોલોજીથી સજ્જ સમાજ શક્તિને જોબ સીકર નહીં જોબ ગિવર બનવાની આ હાકલ છે.

સ્વામિ વિવેકાનંદે આપેલ મત મુજબ લક્ષ્ય નિર્ધાર કરો, પોતાની જાતમાં આત્મવિશ્વાસ કેળવો, કાર્ય કરવા માટે સમર્પણ દાખવો, સંગઠનની શક્તિને સમજો અને આત્મનિર્ભર બનો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here