આમળાના છે અનેક ફાયદાઓ, દરરોજ કરો સેવન.

0
336

આપણે ત્યાં એક કહેવત છે કે બૂજુર્ગો ની વાત અને આમળા નો સ્વાદ પાછળથી જ ખબર પડે છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે આમળા ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે આમળા એ દરેક પ્રકારના દર્દની દવા છે. આમળા તમારા શરીરમાં પાચન તંત્ર થી માંડી અને યાદ શક્તિ સુધીની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય.

જો નિયમિત રૂપે આમળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે બુઢાપો પણ દૂર થઇ જાય છે. સાથે સાથે તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓ જેવી કે મધુમેહ હૃદયની બીમારીઓ વગેરે બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નિયમિત રૂપે આમળાનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે.

  • આમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.
  • આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.
  • આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

  • આમળાંનું જ્યૂસ પીવાથી તમારું લોહી શુદ્ધ થઈ જાય છે. અને તેની અંદર રહેલી બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે.
  • આમળાનું સેવન તમારા આંખોની રોશની વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.
  • આમળાનું સેવન તમારા શરીરની ત્વચા તથા વાળની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
  • સવાર સવારમાં નાસ્તામાં જોવા આમળાના મૂળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારું શરીર સ્વાસ્થ્ય મય બની રહે છે.

આમળાના સેવનથી બીમારીઓમાં થતા ફાયદા

ડાયાબિટીસમાં

ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો નિયમિત રૂપે આમળાના અને હળદરના ચૂર્ણનું સેવન કરવામાં આવે તો તમારા શરીરની અંદર શુગરનું લેવલ જળવાઈ રહે છે. અને તમને ડાયાબીટીસ ની સમસ્યામાંથી છુટકારો મળે છે.

હરસ

હરસના દર્દીએ આમળાના એકદમ બારીક પાઉડર અને સવાર-સાંજ ગાયના દૂધની સાથે સેવન કરે તો તેના કારણે હરસની સમસ્યામાં ફાયદો થાય છે.

હૃદયના રોગીઓ માટે

આમળાનું સેવન કરવાથી તમારું ઉદય મજબૂત બને છે. અને સાથે-સાથે તમારા હૃદયને લગતી બીમારીઓ દૂર થાય છે. આથી સવાર સવારમાં આમળાનું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

ઉધરસ અને કફ માં

કોઈપણ વ્યક્તિને ઉધરસ આવતી હોય તો દિવસમાં ત્રણથી ચાર વખત આમળાના મુરબ્બા ને ગાયના દૂધની સાથે ખાવામાં આવે તો ઉધરસની સમસ્યા તરત દૂર થઈ જાય છે.

પેશાબમાં બળતરા

જો કોઈ પણ વ્યક્તિને પેશાબમાં બળતરા થતી હોય તો આમળા ની અંદર થોડું મધ ભેળવીને સેવન કરવામાં આવે તો તેના કારણે પેશાબમાં થતી બળતરા માંથી છુટકારો મળે છે.

પથરી માટે

શરીરમાં થયેલી પથરીની શિકાયત ને દૂર કરવા માટે આમળાનો જ્યુસ સર્વોપરી માનવામાં આવે છે. જો આમળાંના ચૂર્ણની અંદર મૂળાનો રસ ભેળવી 40 દિવસ સુધી સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા કિડનીની પથરી દૂર થઈ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here