આજ ની બોજવાળી જિંદગી ને બનાવો રોમાંચિત॰

0
113

ટીક..ટીક..ટીક.. સવારમાં અલાર્મ વાગ્યો ત્યારથી અત્યારે રાત્રિના 11:30 વાગ્યા છે. હું દોડતો રહ્યો અને અત્યારે એન્ડ ઓફ ડે વિચારું છું કે યાર શેના માટે દોડતો રહ્યો, ભાગતો રહ્યો, શું મેળવવું હતું?

મની…પૈસા..

પાવર..શક્તિ..

પોજિશન..સત્તા..

ઓહ નો…મારે વડીલોની જેમ ઘરડા થઈને એવું સ્ટેટમેંટ નથી આપવું કે ‘મારી જિંદગીતો પળ ભરમાં પસાર થઈ ગઈ, જવાબદારીના બોજ ઉઠાવતા ઉઠાવતા ઘરડા થઈ ગયા. ખરેખર જિંદગી એક રૂટીનમાં બંધાઈ ગઈ છે. જેમ કોઈ વિદ્યાર્થીની જિંદગી હોય, ઘરમાં મમ્મી પણ સવારથી સાંજની રૂટીન લાઇફમાં બંધાઈ ગઈ છે. બધુજ કોપી..પેસ્ટ..કોપી..પેસ્ટ.. જ થયે રાખે છે. બધુજ આઇકોનિક છે…અધભૂત છે..પરંતુ માણવા માટે સમય જ નથી. શું તમારી લાઇફમાં પણ આવુજ થાઈ છે? કોલેજમાં વિદ્યાર્થિની કે નોકરી કરતાં વ્યક્તિની જેમ શું તમારી જિંદગીમાં પણ આવું જ થાઈ છે? શું તમારે પણ જીવનમાં અંતમાં વર્ક..વર્ક..એન્ડ..વર્ક ધરાવતી જ યાદો સાથે ઈશ્વર પાસે જવું છે? શું તમે પણ મારી જેવુ જ વિચારો છો? જો ના..તો..તો તમારી જીવન જીવાવની રીત બદલો.

  • તમારા પરિવારને, મિત્રોને, સ્વજનોને જિંદગીમાં સરપ્રાઇજ આપો અને સરપ્રાઇજ મેડવો.
  • નાની નાની વસ્તુઓ કરો જે તમને ઉત્સાહિત કરે.
  • દરરોજની રૂટીન જિંદગીમથી અમુક કલાક તમારા પોતાના માટે ફાળવો.
  • જે ક્યારેય ના કર્યું હોય તેવી ઈચ્છા પૂર્ણ કરો.
  • જૂના મોટરોને મળો..વાતો કરો..ન મળી શકાય તો ફોન જ કરી લો.
  • કોઈ રમત રમો..ઈન્દોર કે આઉટડોર..
  • કૅમેરા સાથે રાખો..ફોટા પાડો.
  • ક્યારેય કોઈ નવી વાનગી બનાવવા રસોઈમાં પહોચી જાવ. નાની નાની બાબતોને યાદો બનાવો.

આ બધુજ ખુબજ સરળ છે, જેમ કોલેજ ના બધા વર્ષમથી પહેલું વર્ષ વધુ યાદગાર હોય છે..તેનું કારણ છે સ્કૂલની રૂટીન પેટર્ન તોડીને તમે કોલેજમાં જાવ છો..નવા મિત્રો બને છે..ક્લાસ બંક કરવાનો અનુભવ, પ્રેક્ટિકલ કરવાનો અનુભવ..કેંટિનમાં કલાકો ગપ્પાં મારવાનો અનુભવ, બધુજ તમારી યાદો બની જાય છે.

જેમ સગાઈ અને લગ્ન પછીનો સમય બે વ્યક્તિ એકબીજાને નવી નવી વસ્તુઓ આપે છે..સરપ્રાઇજ આપે છે..લોંગ ડ્રાઇવ પીઆર જાઈ છે..આ બધી યાદો કેવી સુમધુર રહે છે અને લગ્ન પછી જીવન રૂટીન બનાવી ડે છે.

બસ તો મડી ગયુંને સોલ્યુસન..

આમ જિંદગીની પેટર્નને તોડો..અને જીવનની મજા લો..અને પછી જુઓ એક અદ્ભુત લાગણી થશે. દોડતી લાઇફનો બોજ નહીં લાગે, થાક નહીં લાગે..સૂકુન સાથે ઊંઘ આવશે..જીવનનો રસ્તો બદલો અને મોજ કરો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here