આ પુત્રવધૂને પોતાની સાસુ માટે કપાવી નાખ્યા વાળ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

0
478

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઘરની સાસુ અને પુત્રવધુ વચ્ચેનો ઝઘડો સામાન્ય બની ચૂક્યો છે. ઘણી વખત તો આ ઝઘડો ત્યાં સુધી પહોંચી જાય છે કે દીકરો અને વહુ સાસુ થી અલગ રહેવા માંડે છે. પરંતુ આજે અમે એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ ઘટના ની અંદર એક યુવતીએ પોતાના સાસુ માટે પોતાના વાળ કાપી નાખ્યા હતા.

મિત્રો આપણે જે યુવતીની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ નિમીથા વર્મા રાજેશ છે કે જે હાલમાં એક ફાઈનાન્સ કંપનીમાં હેડ છે. આ બહુ એ પોતાની સાસુ માટે એક મિશાલ ઊભી કરી છે. તેની સાસુ ને કેન્સર હતું. કેન્સરના કારણે કેમોથેરાપી દરમિયાન તેના વાળ ઉતરતા હતા, તેથી જ ઘણા લોકો કેમોથેરાપી પહેલાં જ પોતાના વાળ કપાવી નાખતા હોય છે. એવું જ કંઈક બનવાનું હતું નિમીથા ના સાસુ સાથે, તેથી પોતાના સાસુ ને પ્રોત્સાહન તે માટે પહેલાથી જ વહુએ પોતાના વાળ કાપી નાખ્યા. 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન નિમીથાએ જણાવ્યું હતું કે તેણે પોતાની સાસુને કેન્સરના ઈલાજ દરમિયાન કોઈ પણ પ્રકારનો ડર ન લાગે તે માટે પોતાના વાળ ઉતારી નાખ્યા હતા. આ ઉપરાંત ધીમે-ધીમે તેના સાસુ ના વાળ ઉતરવા લાગ્યા હતા. ત્યારે હું પણ વાળ કપાવી ને આવીને કહ્યું કર જુઓ મેં પણ વાળ કપાવી લીધા. ઇટ્સ ઓકે.’ 

ખાસ વાત તો એ છે કે નિમીથાએ આ બાબતમાં વધુ જણાવ્યું હતું કે જે પણ લોકો કેન્સર પીડિત હોય છે તેને સહારો મળે તે માટે મેં મારા વાળ કેન્સરપીડિત ને ડોનેટ કરી દીધા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જે વ્યક્તિને કેન્સર થાય છે તે કિમોથેરાપી દરમિયાન તેના ગ્રોઇન્ગ સેલ્સ તૂટે છે. તેના કારણે તેની સૌથી વધારે અસર વેલ પર પડે છે. નિમીથાની સાસુ પણ કીમો થેરેપી લઈ રહ્યા હતા, આ બાબતમાં નિમીથા એ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here