આ ધરતી ઉપર એક સાથે રહેવાનું આ છે સૌથી સારામાં સારું કારણ, હંમેશા રહો પરિવારની સાથે.

0
75

આજના સમયમાં મેટ્રો સિટીની અંદર સિંગલ ફેમિલી ની અંદર ભલે વધારો થતો જાય, પરંતુ આજે પણ સંયુક્ત પરિવારને સૌથી સારો માનવામાં આવે છે. પશ્ચિમી દેશોની અંદર એકલા રહેતા લોકોની સંખ્યા ની અંદર ખૂબ જ વધારો થતો જાય છે અને આ જ કારણ છે કે મોટા ભાગની બીમારીઓ આ દેશની અંદર જોવા મળતી હોય છે. ભારત દેશની અંદર સંયુક્ત પરિવારોની સંખ્યા સૌથી વધુ છે, અને એકલા પરિવારોની સાપેક્ષમાં આ સંયુક્ત પરિવારો વધુ સુખી જીવન જીવી શકતા હોય છે, અને વધુ ખુશ ખુશાલ રહી શકતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જોઈન્ટ ફેમિલી ના કારણે થતા ફાયદાઓ વિશે.ખાવાનું ખરાબ નથી થતું
એક સાથે રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા ઘરમાં ક્યારેય પણ ખાવાની વસ્તુઓ ખરાબ થતી નથી. કેમકે, તમારા ઘરમાં ખાવા વાળા વ્યક્તિઓની સંખ્યા વધી જતી હોય છે અને એક રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે એકલા રહેતા વ્યક્તિઓ કરતા હળી મળીને રહેતા વ્યક્તિઓ વધુ ખાવાનું ખાઈ શકે છે, અને તેના ઘરમાં ખોરાકની બરબાદી પણ ઓછી થાય છે.દરેક વસ્તુ શેર કરવી
વસ્તુઓને બીજા વ્યક્તિ સાથે શેર કરવાની કળા સંયુક્ત પરિવારના લોકોની અંદર વધુ હોય છે. ભલે તે ખાવાની વસ્તુ હોય, રમકડા હોય, કાર હોય, કે બીજી કોઈ પણ વસ્તુ હોય. કેમકે, તમારા ઘરની અંદર રહેલી બધી જ વસ્તુઓ કે જે બીજાને ઉપયોગી છે. તે હંમેશાં એ માટે શેર કરવામાં આવે છે, અને આથી જ લોકોની અંદર મેળ ભાવ પણ વધે છે.સંસાધનોનો ઓછો ઉપયોગ
એક રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે જે લોકો એકલા રહેતા હોય તે ૫૦ ટકા કરતાં વધુ સંસાધનોને બરબાદ કરતા હોય છે અને આથી જ સંયુક્ત પરિવારના લોકોને સંસાધનોની બરબાદી ઉપર વધુ ફાયદો મળે છે. કેમ કે, સંયુક્ત પરિવારની અંદર તમારી દરેક જરૂરિયાતો ખૂબ આસાનીથી સંતોષાઇ જાય છે, અને સાથે સાથે તેના ઘરની અંદર વીજળી તથા અન્ય વસ્તુઓ જેવી કે પાણી અને ગેસના ખર્ચા ની અંદર પણ ઘટાડો થાય છે.ઓછા પૈસા ખર્ચાવા
જ્યારે ઘરમાં પૈસાની તંગી સર્જાઈ છે, ત્યારે દરેક વ્યક્તિ ટેન્શનમાં આવી જતો હોય છે. પરંતુ સંયુક્ત પરિવાર ની અંદર આવી ઘટનાઓ ખૂબ ઓછી જોવા મળે છે. કેમકે, સંયુક્ત પરિવારની અંદર મની નું મેનેજમેન્ટ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે, અને આથી જ ઘરની અંદર ક્યારેય પણ પૈસાની અછત સર્જાતી નથી. આવા ઘરની અંદર જો કોઈપણ વ્યક્તિ આર્થિક તંગી ની અંદર સંભળાયો હોય તો તેનો ખર્ચો બીજા વ્યક્તિઓ ઉપાડી લે છે.વધુ ખુશ રહે છે
એકલા પરિવારમાં રહેતા લોકો વધુ તણાવનો સામનો કરતા હોય છે. જ્યારે સંયુક્ત પરિવારની અંદર રહેતા લોકો વધુ ખુશખુશાલ રહેતા હોય છે. એક સાથે એક જ પરિવારની અંદર રહેવાના કારણે લોકો કાયમી માટે હેપ્પી અને હેલ્ધી રહેતા હોય છે. કેમકે, અહીંયાના લોકો એક બીજાનું દુઃખ દર્દ બાટી લેતા હોય છે જેથી કરીને તે તણાવ માંથી મુક્તિ થઈ શકે છે, અને વધુ સારી રીતે ખુશ રહી શકે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here