એ ઘરોમાં કાયમી માટે બની રહે છે સુખ-સમૃદ્ધિ આ પાંચ વસ્તુઓ કઈ છે જાણો ??

0
774

દરેક વ્યક્તિ એવો ઈચ્છતો હોય છે કે તે કાયમી માટે સુખમય અને સમૃદ્ધ જીવન જીવે. જે વ્યક્તિના ઘરમાં સુખ-સમૃદ્ધિ હોય તો તેનું પરિવાર ખૂબ ખુશ રહે છે. મોટા ભાગના લોકો સુખ સમૃદ્ધિ મેળવવા માટે રાત દિવસ મહેનત કરી ધન કમાતા હોય છે. સાથે સાથે આપણાં પૌરાણિક શાસ્ત્રો ની અંદર પણ વ્યક્તિની સુખ-સમૃદ્ધિ માટેના અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે. આ ઉપાયો ની અંદર પૂજા પાઠ કરવો, દાન કરવું, ધ્યાન ધરવું, તથા ગંગા નદી ની અંદર સ્નાન કરવું વગેરે નો સમાવેશ થાય છે. મહાભારત ની અંદર ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને અમુક પવિત્ર ચીજો વિશે જણાવ્યું હતું. કે જેને ઘરમાં રાખવાથી પણ લોકોના ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. અને સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ વસ્તુઓ કે જેના કારણે વ્યક્તિના ઘરમાં રહે છે સુખ-સમૃદ્ધિ.

ગાયનું ઘી

હિન્દુ ધર્મની અંદર ગાયને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને આથી જ તે નાખીને અમૃત માનવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિ ઘરમાં ગાયના ઘીને રાખે તો તેના ઘરમાં અવશ્ય સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ગાયના ઘીનો ઉપયોગ દીવો પ્રગટાવવામાં હવન તથા અન્ય વસ્તુઓમાં કરવામાં આવે તો તેના કારણે તેના ઘરમાં કાયમી માટે સુખ-સમૃદ્ધિ બની રહે છે.

મધ

ગાયના ઘીની જેમ જ મોત પણ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ઘરની અંદર જો મધ રાખવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલા બધા જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે. અને સાથે સાથે મધનો ઉપયોગ કરવાના કારણે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.

ગંગાજળ

ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવા માટે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની અંદર સુખ-સમૃદ્ધિ બની રહે છે. અને સાથે સાથે ઘરની અંદર કાયમી માટે ગંગાજળ વાસ કરવો જોઈએ.

શંખ

દરેક વ્યક્તિએ પોતાના પૂજા ઘર ની અંદર સંગ રાખવો જોઈએ. અને નિયમિતરૂપે તેને વગાડવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર બની રહે છે.

ચંદન

ચંદન એ અતિ પવિત્ર વસ્તુઓ માંની એક છે. અને દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં હંમેશાને માટે ચંદન રાખવું જોઈએ. કેમ કે, આમ કરવાથી ભગવાનની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે. અને તમારા ઘરની અંદર કાયમી માટે સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here