લાફિંગ બુદ્ધાની આ 8 પ્રકારની મૂર્તિને લગાવો ઓફીસ અને ઘરમાં, પછી જુઓ ચમત્કાર

0
2623
લાફિંગ બુદ્ધાના ફાયદા

ધંધા રોજગારમાં વૃદ્ધી લાવવા માટે ઓફિસમાં આજે જ લાવો લાફિંગ બુદ્ધા

ભારતમાં વાસ્તુશાસ્ત્ર પર વધારે ધ્યાન રાખવામાં આવે છે જયારે ચીનમાં ફેંગશુઈ પર. ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ છે. દરેક લાફિંગ બુદ્ધાની પોતાની આગવી વિશેષતા છે. અલગ અલગ લાફિંગ બુદ્ધા અલગ અલગ ફળ આપતા હોય છે. માર્કેટમાં અલગ ઘણા બધા પ્રકારના લાફિંગ બુદ્ધા છે. આજે અમે તમને એ વિષય પર જ વાત કરવાના છે જે તમને ફાયદાકારક હોય. કારણ કે લાફિંગ બુદ્ધા ધરાવતા દરેક લોકો માટે આ વાત જાણવી ખુબ જ જરૂરી છે કે કયા બુદ્ધાથી કઈ પ્રકારની મનોકામના પૂરી થાય.

ચાલો જાણીએ લાફિંગ બુદ્ધા કયા કયા પ્રકારના હોય છે તથા દરેકના શું ફાયદા છે..!!

1. આરામ કરતા લાફિંગ બુદ્ધા

આરામ કરતા લાફિંગ બુદ્ધાની મૂર્તિથી દુર્ભાગ્ય અને ગરીબી દુર થાય છે. જો તમને કોઈ કામમાં સફળતા ન મળતી હોય તો તમે પોતાના ઘર અથવા દુકાન, ઓફિસમાં આ મૂર્તિ રાખી શકો છો. ધીમે ધીમે કામમાં સફળતા મળશે જ.

આરામ કરતા લાફિંગ બુદ્ધા

 

2. ધનની પોટલી લટકાવેલી લાફિંગ બુદ્ધાની મૂર્તિ

ધનની પોટલી પોતાના ખભા પર લટકાવેલી લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઓફીસ અને ઘર માટે શુભ છે. પૈસાને સંબંધી દરેક મુશ્કેલી દુર કરે છે તથા રોજગારમાં પણ વૃદ્ધી કરાવી આપે છે આ ધનની પોટલી વાળા લાફિંગ બુદ્ધા.

 

ધનની પોટલી સાથે બુદ્ધા

3. થેલા સાથે લાફિંગ બુદ્ધા

ઓફીસ અથવા દુકાનના મુખ્ય દરવાજા પર આ લાફિંગ બુદ્ધાને રાખવાથી આવકમાં વધારો થાય છે. ધ્યાન રહે થેલામાં રહેલો સામાન બહાર દેખાવો જોઈએ.

થેલા સાથેના લાફિંગ બુદ્ધા

4. ડ્રેગન પર બેઠેલાં લાફિંગ બુદ્ધા

ડ્રેગન પર બેસેલાં આ  બુદ્ધા આપણા ઘરને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. ઘરને જાદુ-ટોના અને ખરાબ નજરથી બચાવે છે. દરેક પ્રકારની નેગેટીવ એનર્જીથી દુર રાખે છે.

ડ્રેગન પર બેસેલાં લાફિંગ બુદ્ધા

5. ધાતુથી બનેલા લાફિંગ બુદ્ધા

ધાતુથી બનેલી હસતી બુદ્ધાની મૂર્તિ ઘર, ઓફિસમાં રાખવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. નિર્ણય શક્તિમાં પણ વધારો થાય છે. આ મૂર્તિ એ લોકો માટે ખાસ છે જે લોકો નિર્ણય લેવામાં ઢીલા છે અથવા તેમની નિર્ણય ક્ષમતા ઓછી છે.

ધાતુના લાફિંગ બુદ્ધા

6. ધ્યાન કરતા હસતા બુદ્ધા

ધ્યાન કરતા બુદ્ધાની મૂર્તિ રાખવાથી ત્યાં હાજર દરેક વ્યક્તિના મનમાં શાંતિનો અખૂટ ભંડાર છૂટે છે. દુકાન અને ઘરનો માહોલ પણ શાંતિપૂર્ણ બને છે. કામમાં મન લાગે છે અને વિચારોમાં સ્થિરતા રહે છે.

ધ્યાન કરતા લાફિંગ બુદ્ધા

7. હોડી (નાવ) માં સવાર લાફિંગ બુદ્ધા

નાવમાં બેઠેલાં લાફિંગ બુદ્ધાને ઓફીસ અથવા ઘરના વર્કિંગ ટેબલ પર રાખવાથી નસીબ ખુલી જાય છે. (નોંધ : હોડી એટલે કે નાવ એવી રીતે રાખવી જેથી બુદ્ધા અંદર આવતા દેખાય).

નાવમાં સવાર બુદ્ધા

8. બાળકો સાથે બેઠેલાં લાફિંગ બુદ્ધા

બાળકો સાથે બેસતાં લાફિંગ બુદ્ધા દંપતીઓ એટલે કે કપલ માટે વરદાનરૂપ સાબિત થાય છે. આ મૂર્તિ બેડરૂમમાં રાખવાથી જલ્દીથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે.

બાળકો સાથે લાફિંગ બુદ્ધા

લાફિંગ બુદ્ધાની મૂર્તિ એમેઝોનમાંથી લેવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://amzn.to/2J6jO4c
https://amzn.to/2J7TLJM

ગણપતિજીની મૂર્તિ એમેઝોનમાંથી લેવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..
https://amzn.to/2kL4nju
https://amzn.to/2J7aCg4

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here