ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવનના 5 પ્રેરણાદાયી પ્રસંગો

0
400
Babasaheb Ambedkar બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

મિત્રો બાબ સાહેબ ભીમરાવ આંબેડકરનું જીવન સતત સંઘર્ષ ભર્યું હતું. તેમાં આપણે ડૂબકી મારીએ તો તેમના જ્ઞાન અને પ્રેરણારૂપી અમૃત મળી શકે છે. આજે GujjuMoj ટીમ આપના માટે બાબાસાહેબનો જ્ઞાનરૂપી ખજાનો લાવી છે. આજે આપણે આ લેખમાં 5 પ્રેરક પ્રસંગો માણીશું.

• 1. બાબાસાહેબ આંબેડકરની ઈમાનદારી :

આ ઘટના આઝાદી પહેલાની છે. 1943માં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને વાઇસરોય કાઉન્સિલ,અ દાખલ કરવામાં આવ્યા અને તેમને મજુર મંત્રી બનાવ્યા. તેની સાથે તેમની પાસે PWD એટલે કે પબ્લિક વર્ક ડીપાર્ટમેન્ટ પણ સોપવામાં આવ્યો. આ વિભાગનું બજેટ કરોડોમાં હતું અને એ વખતે બીજા કોન્ટ્રાક્ટરો તેને લેવાની પડાપડી કરતા હતા.

આવી જ એક લાલચમાં દિલ્હીના એક મોટા ઠેકેદારે પોતાના પુત્રને બાબાસાહેબના પુત્ર યશવંત રાય પાસે મોકલ્યો અને બાબાસાહેબ દ્વારા આ ઠેકો લેવા માટે પોતાના પાર્ટનર બનાવવા અને 20 થી 25% કમીશન આપવા માટે પ્રસ્તાવ મોકલ્યો. યશવંતરાય આ વાતમાં આવી ગયા અને તેના પિતા બાબાસાહેબ પાસે આ સંદેશો આપવા પહોંચી ગયા.

જ્યાં બાબાસાહેબે આ વાત સાંભળી કે તરત જ તેઓ ગુસ્સે થઇ ગયા. અને કહ્યું, “હું અહીં ફક્ત સમાજના ઉદ્ધાર માટે બેઠો છું. હું મારા સંતાનોને પાળવા અહીં નથી બેઠો. આવી લોભ-લાલચ મને મારા ધ્યેયથી ડગાવી નહિ શકે.”

એ જ રાત્રે યશવંત રાયને ભૂખ્યા પેટે મુંબઈ મોકલી દીધો.

Babasaheb Ambedkar બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

• 2. બાબાસાહેબ અને લાઈબ્રેરીયન

ડૉ. આંબેડકરે પોતાના જીવનમાં ઘણા બધા કષ્ટોનો સામનો કર્યો. સાથે સાથે ભણતર પણ ગૌણ ન થવા દીધું. ભણતર પ્રત્યેનું એમની ધગશને કારણે વડોદરાના મહારાજાએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા.

“બાબાસાહેબને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હતો. કહેવાય છે કે એ સમયે એમની પર્સનલ લાઈબ્રેરી દુનિયાની સૌથી મોટી લાઈબ્રેરી ગણાતી હતી. જેમાં 50 હજાર કરતા પણ વધારે પુસ્તકો હતા.”

લંડન પ્રવાસ દરમિયાન તેઓ દરરોજ એક લાઈબ્રેરીમાં જતા હતા અને કલાકો સુધી વાંચન કરતા હતા. એક વાર બપોરના ભોજન સમયે તેઓ લાઈબ્રેરીમાં બેસીને બ્રેડના એક એક ટુકડા ખાઈ રહ્યા હતા અને તે જ વખતે એક લાઈબ્રેરિયને તેને જોઈ લીધા અને તેને ઠપકો આપ્યો કે તું કેફેટેરીયામાં જવાની બદલે તું અહીં જ બેઠો બેઠો ખાય છે. તેમની પર દંડ લાગશે અને મેમ્બરશિપ પણ ખત્મ થઇ જશે એવી ધમકી પણ આપી.

ત્યારે જ બાબાસાહેબે ક્ષમા માગી અને પોતાના સમાજના સંઘર્ષ વિષે જણાવ્યું કે આવા કારણે હું ઇંગ્લેન્ડ આવ્યો છું. મારી પાસે કેફેટેરીયામાં જવાના રૂપિયા નથી.

બાબાસાહેબની વાત સાંભળીને પેલો લાઇબ્રેરીયન બોલ્યો – ‘આજથી તુ લંચના સમયે તું અહી ન બેસતો, મારી સાથે કેફેટેરીયા આવજે મારું ભોજન તને આપીશ.’

એ લાઇબ્રેરીયન યહૂદી(jew) હતો. આવા વ્યવહારને કારણે બાબાસાહેબના મનમાં યહુદીઓ માટે એક વિશેષ સ્થાન બની ગયું હતું.

• 3. ખ્યાલ કોણ રાખશે?

આ ઘટના તે સમયની છે જયારે ડૉ. આંબેડકર અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટીમાં ભણી રહ્યા હતા. દરરોજ સવારે લાઈબ્રેરી ખુલ્યા પહેલા જ તેઓ પહોંચી જતા હતા અને બધા નીકળી જાય પછી જ નીકળતા હતા. ઘણી વાર તો લાઈબ્રેરીનો સમય વધારવા માટે પણ વિનંતી કરતા હતા.
આવું જોઇને એક ચપરાસી બોલ્યો, “શું તુ હમેશા ગંભીર જ રહે છે? આખો દિવસ ભણ્યા જ કરે છે કોઈ મિત્રો સાથે મોજ-મસ્તી નથી કરતો.”

ત્યારે બાબાસાહેબ બોલ્યા, “હું આવી મોજ-મસ્તી કરીશ તો મારા સમાજના લોકોનું ધ્યાન – ખ્યાલ કોણ રાખશે?

Babasaheb Ambedkar બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

• 4. સંસ્કૃતનું જ્ઞાન

ડૉ.. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને સ્વતંત્ર ભારતના નવા સંવિધાનની રચના માટે બનાવેલી સંવિધાન કમિટી (Drafting Committee of the Constitution) ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

જયારે ભાષા ઉમેરવાની વાત આવી ત્યારે ડૉ. બાબાસાહેબે બધી ભાષાઓની જનની એવી ‘સંસ્કૃત’ ભાષાને ઉમેરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ મોટાભાગના લોકોના વિરોશને કારણે તે શક્ય ન બન્યું. આ સમયે એક વાર સંસ્કૃત ભાષાને લઈને બાબા સાહેબ આંબેડકર અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે ચર્ચા થતી હતી તે પણ સંસ્કૃતમાં જ.
લાલ બહાદુર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભાષાના જ્ઞાનની અપેક્ષા રાખી શકાય પણ અશિક્ષિત દલિત પરિવારમાં જન્મેલા બાબાસાહેબ પાસે સંસ્કૃત ભાષામાં એટલી સારી પકડ હતી કે કોઈએ વિચાર્યું પણ નહિ હોય.

• 5. ચપરાસી નહિ, પાણી નહિ.

બાબાસાહેબ દલિત જ્ઞાતિના હતા જેને સમાજમાં નીચું સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમના અછુત માનવામાં આવતાં હતા. આ કારણોસર કોલેજમાં પણ બીજા વિદ્યાર્થીઓ સાથે બેસાડવામાં નહોતા આવતાં. તેમને બહાર બેસીને અભ્યાસ કરવો પડતો હતો. તેમને વિદ્યાલયના નળ પણ અડવાની માની હતી જયારે બીજા વિદ્યાર્થીઓ મન ચાહે ત્યારે નળમાંથી માંથી પાણી પી શકતા હતા.

ફક્ત એક શરતથી તેમને પાણી પીવાની છૂટ આપી હતી એ હતી કે કોઈ પણ ચપરાસી ઉપસ્થિત હોય તો તેની હાજરીમાં જ પાણી પી શકાતું હતું. કોઈ સમયે ચપરાસી હાજર ન હોય તો તેમને પાણી પીવા ન મળતું હતું. આવી પરિસ્થિતિને તેમને એક જ વાક્યમાં લખી છે : No peon, No water. ‘જો ચપરાસી નહિ તો પાણી પણ નહિ.’

મિત્રો, આ લેખ આપણા સૌના જીવનમાં ઉતારવા જેવો છે. આ લેખ તમે તમારા એવા 2 પ્રિય લોકોને મોકલો ડીજીટલ ગીફ્ટના માધ્યમથી. અમે આવા બીજા લેખ પણ અમારી વેબસાઈટમાં મુક્યા છે. નીચે ક્લિક કરી લેખ વાંચી શકો છો.

Babasaheb Ambedkar બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

બેસ્ટ ગુજરાતી મોટીવેશનલ વાર્તા

મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી શીખો સફળતાના ૧૦ સુત્રો

રસ્તો ન હોવાથી પત્નીનું થયું મોત : આ ભાઈએ પર્વત કાપીને બનાવી સુરંગ

માટીનું દિલ : એક પ્રેરણાદાયી બોધકથા

કેવી રીતે કરી માર્ક ઝુકરબર્ગએ ફેસબુકની સ્થાપના

ફક્ત એક નિર્ણયથી બદલાઈ ગયું આ ભાઈનું નસીબ : અત્યારે છે 70000 કરોડની સંપત્તિ

આવા જ લેખ ભવિષ્યમાં વાંચવા માટે જોડાયેલા રહો GujjuMoj અને JBTL media સાથે..

આભાર

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here