જીવન જીવવાની કળા શીખવતા આચાર્ય ચાણક્યના 20 વાક્યો

0
1976
chanakya quotes in gujarati

ચાણક્ય પોતાની નીતિશાસ્ત્રથી જાણીતા છે. તેમની પ્રસિદ્ધી દેશ વિદેશમાં હતી. તેમનું નામ સાંભળી એક વાર ચીની દાર્શનિક ચાણક્યને મળવા ભારત આવ્યા. તેઓ ત્યારે ચાણક્યના ઘરે પહોંચ્યા ત્યારે ચાણક્ય એક ગ્રંથ લખવામાં વ્યસ્ત હતા. તે સમયમાં વીજળીના બલ્બ ન હતા. ચાણક્ય તેલ ભરી દીવાના સહારે ધીમી રોશનીમાં લખવામાં વ્યસ્ત હતા.

ચાણક્યએ જેવા મહેમાનને જોયા કે તરત જ પોતાનું કામ બંધ કર્યું અને જે દીવો સળગી રહ્યો હતો તેને બંધ કરી બીજો એક દીવો સળગાવ્યો. પેલા ચીની દાર્શનિકને પ્રશ્ન થયો, ‘ભારતીય લોકો મહેમાનોનું સન્માન આવી રીતે કરતા હશે?’ જીજ્ઞાસાવશ ચાણક્યને આ પ્રશ્ન પૂછ્યો, ‘આપે સળગતો દીવો ઓલવી નાખ્યો અને બીજો દીવો સળગાવ્યો એની પાછળનું કારણ શું છે? શું તમારા ધર્મમાં કોઈ રીવાજ છે?’ ચાણક્યએ હસતા હસતા જવાબ આપ્યો, ‘નહીં શ્રીમાન, આ કોઈ ધર્મ અથવા રિવાજ ન હતો.’

‘હું જે ગ્રંથનું સર્જન કરી રહ્યો હતો તે અને આ દીવો સળગાવવા માટે જે તેલ મળ્યું છે તે મને રાજકોષમાંથી મળ્યું છે. હવે મેં લેખનકાર્ય પૂર્ણ કરી દીધું છે તો પછી તે તેલમાંથી દીવો મારા પોતાના કાર્ય માટે સળગાવવો તે દેશની સંપત્તિનો નાશ છે. જે હું કદી ન કરી શકું. આ બીજી ડબ્બીમાં જે તેલ છે તે મારા પોતાની કમાણીનો હિસ્સો છે.’

આ વાત સાંભળીને પેલો ચીની દાર્શનિક તો અવાક થઇ ગયો, તે નતમસ્તક થઇ ગયો કે ધન્ય છે એ ભારત દેશને જેમાં આવી મહાન વિચારધારા વાળા લોકો રહે છે.

જો કોઈ માણસ ચાણક્યના બતાવેલા માર્ગ પર ચાલે તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓ તેને રોકી ન શકે. ચાલો આપણે પણ આચાર્ય ચાણક્યના 20 ઉત્તમ વિચારો વાંચીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ.

■ બીજાની ભૂલોમાંથી પણ શીખો, જો તમે પોતાની ઉપર પ્રયોગ કરીને શીખશો તો તમારી ઉંમર ઓછી પડશે.

■ ધનના રાજા કુબેર પણ આવક કરતા વધારે ખર્ચો કરે તો તે કંગાળ થઇ જાય છે.

■ કોઈ પણ કામ શરુ કરતા પહેલાં પોતાની જાતને ત્રણ સવાલો પૂછો : હું આ કામ શા માટે કરવા જઈ રહ્યો છું?
આ કામનું પરિણામ શું હશે?
શું હું સફળ રહીશ?

■ ભગવાન મૂર્તિઓમાં નથી હોતા, તમારી અનુભૂતિ એ જ તમારો ઈશ્વર છે, આત્મા જ તમારું મંદિર છે.

■ વ્યક્તિ પોતાના કર્મોથી મહાન હોય છે, જન્મથી નહિ.

■ દુનિયાની સૌથી મોટી તાકાત એ પુરુષનો વિવેક અને મહિલાની સુંદરતા છે.

■ અજ્ઞાની માટે પુસ્તકો અને અંધ માટે અરીસો એકસમાન છે.

■ પોતાના રહસ્યોને કોઈ પણ રીતે બહાર લાવવા પ્રયત્નો ન કરશો. આ કુટેવ તમારા પોતા માટે જ ઘાતક સાબિત થશે.

■ કોઈ પણ વ્યક્તિએ એટલું બધું ઈમાનદાર અને સીધું ન રહેવું, કારણ કે સીધા વ્યક્તિ અને વૃક્ષને પહેલાં કાપવામાં આવે છે.

■ સંસારની દરેક મિત્રતા પાછળ કોઈ ને કોઈ સ્વાર્થ જરૂર હોય છે. આ એક કડવું સત્ય છે.

■ એવો વ્યક્તિ કે જે તમારા સ્તરથી નીચો અથવા ઉંચો હોય તેને દોસ્ત ન બનાવશો, તે તમારા કષ્ટનું કારણ બનશે. હંમેશા સમાન સ્તરના મિત્રો જ ખુશી આપી શકે છે.

■ આ સંસારમાં ન તો તમારું કોઈ મિત્ર છે ન તો કોઈ દુશ્મન, તમારો પોતાનો વિચાર તમને જ્યાં લઇ જાય ત્યાં જજો.

■ ફૂલની ખુશ્બુ ફક્ત વાયુની દિશામાં જ જાય છે, પરંતુ સારી વ્યક્તિની સુવાસ બધી દિશામાં ફેલાય છે.

■ સાપની ફેણમાં, મધમાખીના મુખમાં અને વીંછીના ડંખમાં ઝેર હોય છે, પરંતુ દુષ્ટ વ્યક્તિ તો આનાથી જ ભરેલો હોય છે.

■ જે આપણા મનમાં રહે છે તે જ નજીક હોય છે, ભલે ને વાસ્તવિકતામાં તે દુર હોય, પરંતુ જે આપણા હૃદયમા નથી હોતા તે પાસે હોવા છતાં પણ ખુબ જ દુર હોય છે.

■ અપમાનિત થઈને જીવવા કરતા મૃત્યુ સારું છે, મૃત્યુ ફક્ત એક ક્ષણ દુઃખ આપે છે, જયારે અપમાન દરરોજ જીવનમાં દુઃખ આપે છે.

■ પરિશ્રમ એ ચાવી છે જે કિસ્મતનો દરવાજો ખોલી નાખે છે.

■ ચંદ્રગુપ્ત મોર્ય : કિસ્મત પહેલેથી જ લખાઈ ગઈ હોય છે, તો પછી કોશિશ કરવાથી શું મળશે?
ચાણક્ય : શું ખબર કિસ્મતમાં લખ્યું હશે, ‘કોશિશથી જ મળશે’.

■ જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ મનથી નથી હારતો, તે વ્યક્તિને દુનિયાની કોઈ તાકાત નથી હરાવી શકતી.

■ પોતાના ઈમાન અને ધર્મ વેચીને કમાયેલું ધન કોઈ કામનું નથી હોતું, તેનો ત્યાગ કરો એ જ તમારા માટે ઉત્તમ છે.

■ અહીં તો ફક્ત 20 જ વાક્યો મુકવામાં આવ્યા છે પરંતુ આચાર્ય ચાણક્ય દ્વારા કહેવાયેલા વાક્યોને સંગ્રહિત કરીને બનાવાયેલો ગ્રંથ એટલે ‘ચાણક્ય નીતિ’ વાંચીએ તો આપણને ખબર પડે કે ભારતના સાધુ સંતોમાં કેટલી તાકાત હતી. જીવન જીવવાની સાચી કળા તો તેમની પાસે જ હતી.

► આપને એક નાનકડો પ્રસંગ અને આ 20 વાક્યો કેવા લાગ્યા તે અમને કોમેન્ટ દ્વારા જણાવો. અમે તમારી દરેક કોમેન્ટ વાંચીએ છીએ તથા જરૂર લાગે તેનો ઉત્તર પણ આપીએ છીએ. મહાન પુરુષોના આવા વાક્યો અને પ્રસંગો વાંચવા માગત હોય તો અમને જણાવો. જો તમે કોઈ લેખ લખતા હોય તો અમને મોકલો અમારા મેઈલ પર : bornpedia@gmail.com

GujjuMoj ટીમે બનાવેલા બીજા લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો..

વાંચો ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન JRD ટાટાની સંઘર્ષભરી જીવનગાથા : જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા

રતન તાતા કેમ વિશ્વના ધનવાન લોકીની યાદીમાં નથી?

રિક્ષાવાળાનો છોકરો બન્યો IAS ઓફિસર, વાંચો ગોવિંદ જયસ્વાલની સફળતાની કહાની

ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનના 5 પ્રસંગો જે આપણને સૌને પ્રેરણા આપે છે.

એક ખેડૂત અને ભગવાન વચ્ચેનો સંવાદ : બેસ્ટ ગુજરાતી વાર્તા

ભગવાન શ્રીકૃષ્ણએ 16,108 પત્નીઓ સાથે લગ્ન કેવી રીતે કર્યા અને તેની પાછળ શું ઈતિહાસ છે?

એક રૂપિયામાં ચાલે છે અનોખું અન્નક્ષેત્ર : વાંચવા અહીં ક્લિક કરો.

આ છે પાકિસ્તાનમા આવેલા ૭ હિંદુ મંદિર, જ્યાં મુસ્લિમો પણ પ્રેમથી ઝુકાવે છે માથું.

કાલ્પનિક નહિ પરંતુ હકીકત છે આ રામસેતુ

લગ્નના એક દિવસ પહેલાં છોકરીઓ આવું વિચારતી હોય છે.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here