હવે આ રીતે ઘરે બનાવો એકદમ નરમ બે પડવાળી રોટલી, કેરી ના રસ જોડે ખાવાની મજ્જા પડી જશે. જાણી લો તેની સાચી રીત

0
340

સામાન્ય રીતે આપણે ત્યાં નિયમિત રૂપે એ રોટલી બનતી હોય છે. પરંતુ ઘણી વખત તે લોકોને ડબલ પડવાળી રોટલી ખાવાનું મન થતું હોય છે. સામાન્ય રીતે બે પડવાળી રોટલી ખાવામાં ખૂબ જ નરમ હોય છે અને સ્વાદમાં પણ વધુ સ્વાદિષ્ટ હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવી શકો છો એકદમ નરમ અને સ્વાદિષ્ટ બે પડ વાળી રોટલી તો ચાલો જાણીએ તેની રેસિપી.
સામગ્રી

૧ વાટકો ઘઉં નો ઝીણો લોટ
2 ચમચી તેલ
એક ચપટી મીઠું
જરૂર મુજબનું પાણી
એક ચમચી ઘી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણ ની અંદર ઘઉંનો લોટ લઈ. તેની અંદર એક ચપટી જેટલું મીઠું ઉમેરો. ત્યારબાદ તેની અંદર તેલનું તથા ઘીનું મોણ ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરી એકદમ કડક લોટ બાંધી લો.હવે આ લોટને બરાબર મસળી અંદાજે અડધો કલાક સુધી રાખી દો. ત્યાર પછી તેની અંદરથી બે નાના લૂઆ લઇ તેના નાના ગુંડલા બનાવી લો.

હવે ગુંડલા ની બન્ને બાજુ તેલ લગાવી આ બંને ગુંડલા ને એકબીજા ઉપર રાખી દો. ત્યાર પછી તે બંનેને એકબીજા ઉપર રાખી બરાબર દબાવી દો અને વેલણ વડે તેને વણી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ રોટલી ને એકદમ પતલી વણવી કે જેથી કરીને રોટલી એકદમ નરમ બને.ત્યારબાદ આ રોટલી ને ગેસ ઉપર બીજી રોટલી પકાવતા હોય તે રીતે જ પકાવી લો. અને ત્યાર પછી તેને ગેસ ઉપરથી ઉતારી લો હવે આ રોટલીના બંને પડને છૂટા કરી દો અને તેની વચ્ચે બરાબર ઘી લગાવી દો.

બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ઘઉંની બે પડ વાળી રોટલી વચ્ચે તેલ લગાવવાના કારણે આ રોટલી એકબીજાથી આસાનીથી છૂટી પડી જશે. અને પાકી ગયા બાદ વચ્ચે ઘી લગાવવાના કારણે રોટલીની કુણસ જળવાઈ રહેશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here