આ 6 ભૂલ થી થઇ શકે છે કિડની ખરાબ.

0
24

વિશ્વ કિડની દિવસ દરેક વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવરે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં કિડની રોગ અને તેની સાથે જોડાયેલા સ્વાસ્થ્યની સમસ્યાઓની અસર ઓછી કરવા માટે કિડનીના મહત્વ પ્રતિ જાગરૂકતા વધારવા માટે Global awareness campaign બનાવવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે દેશમાં 14 ટકા મહિલાઓ અને 12 ટકા પુરુષો કિડનીની સમસ્યાઓથી પીડિત છે. જ્યારે પુરી દુનિયામાં 19.5 કરોડ મહિલાઓ કિડની સમસ્યાથી પીડિત છે. આ વચ્ચે આજે અમે તમેને એમુક એવી ખાસ બાબતો જણાવીશું જેને ક્યારેય પણ ભૂલથી પણ કરવી ન જોઈએ, નહિતર તમારી કિડની માટે ખતરો ઉભો થઇ શકે છે.
પૈન કિલર ઓછી માત્રામાં ખાવી જોઈએ:

મોટાભાગે તમે જોયું હશે કે અમુક લોકો થોડા ઘણા દુખાવા પર પણ પૈન કિલર ખાઈ લેતા હોય છે. જે સીધી જ કિડનીને નુકસાન પહોંચાડે છે. એવામાં ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારની દવાઓ ખાવી જોઈએ નહિ. આવી દવાઓ તમને થોડા સમય માટે તો આરામ આપે છે પણ આગળ જતા તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

2. યુરીનને રોકવું જોઈએં નહિ:

ઘણા લોકોને યુરિન રોકી રાખવાની આદત હોય છે. જેની અસર કિડની પર પડે છે. ક્યારેય પણ આળસ કે અન્ય કારણોને લીધે યુરિન રોકી રાખવું જોઈએ નહિ.

3.વધુ માત્રામાં પાણી પીવું જોઈએ:

ઓછું પાણી પીવાથી કિડનીમાં ઇન્ફેક્શન થવાનો ખતરો વધી શકે છે. જેને લીધે કિડનીમાં પથરી થઇ શકે છે. આ સિવાય જણાવી દઈએ કે વ્યક્તિએ દિવસ દરમિયાન 2 થી 3 લીટર પાણી ચોક્કસ પીવું જોઈએ.

4. વધારે મીઠું(નિમક) ન ખાઓ:

રોજના ભોજનમાં વધારે નિમક ખાવાથી કિડનીનું ફિલ્ટરેશન કાર્ય વધી જાય છે તેને લીધે કિડનીના નેફ્રોન્સડેમેજ થવાનો ખતરો રહે છે.

5. જંકફુડ ન ખાઓ:

જંકફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, સોડા, તળેલું-મસાલેદાર ભોજન ખાવું વગેરે તમારી કિડનીને ખુબ નુકસાન પહોંચાડી શકે છે.

6. ઘુમ્રપાન ન કરો:

ઘુમ્રપાન કરવાથી કિડની પર દબાવ પડે છે. ઘુમ્રપાન કરવાથી ફેફસા અને રક્ત નલિકાઓમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે. જેને લીધે કિડનીમાં રક્ત ઓછું પહોંચે છે અને કિડની સંકોચાવા લાગે છે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here